Past Life Regression 
VibhutiGanesh






Further reading
માનવ જીવન ની અનેક સમસ્યાઑ એવી હોય છે કે જેમાં જાગૃત મન ની કોઈ વાતની અસર થઈ શક્તિ નથી જેમકે ફોબિયા એટલે કે વિચિત્ર કાલ્પનિક ભયની પીડા..કેટલીક બાબતો એવી પણ હોય છે કે અન્ય વ્યક્તિ માટે તે સાવ સાધારણ વાત હોય પણ અમુક વ્યક્તિ માટે એ પરિસ્થિતી અસહ્ય પીડા જનક બની જતી હોય જેમ કે ટ્રેનની મુસાફરી માં ઉપરની સીટ માં સૂઈ જવું, અંધારા ઓરડામાં એકલા રહેવું , અજાણી જગ્યામાં લાગતો ડર વગેરે અણગમાનાં મૂળ ભૂતકાળ ની કોઈ દુખદ ઘટનામાં પડ્યાં હોય॰ 

છેલ્લા કેટલાક વર્ષો થી  દર્દી ના લક્ષણો અસામાન્ય હોય અને તબીબી વિજ્ઞાન પાસે ઉપલબ્ધ બધા ઉપચારો અજમાવી લેવામાં આવ્યા હોય તેમ છતાં જ્યારે બીમારી મટતી ન હોય તેવા કિસ્સા માં દર્દી ને તબીબો દ્વારા મનોચિકિત્સક પાસે ઉપચાર કરાવવા ની ભલામણ થવા લાગી છે. આ અગાઉ આવું કામ ભૂત-ભગાડનાર ભૂવાઓ કે તાંત્રિકો કરતાં હતા અને તેમની પાસે આપણે વૈજ્ઞાનિક અભિગમ ની અપેક્ષા રાખી શકીએ નહીં પરંતુ હવે આવા ઉપચાર પ્રશિક્ષિત વ્યવસાયીક મનોચિક્ત્સકો કરતાં હોવાથી કિસ્સાની વિગતો ની વ્યવસ્થિત નોંધ કરાય છે. આવા જુદા જુદા કિસ્સાઓ ના ઉપચાર દરમ્યાન માનવ જીવન ની અનેક લાક્ષણિક્તાઓ અને મનો- રહસ્યો પ્રકાશમાં આવવા લાગ્યા છે. 
કેટલીક વાર અનેક વર્ષો થી પીડા આપતા દર્દ નું મૂળ કારણ દર્દીના બાળપણમાં રહેલ કોઈ યાતના કે ઘટનામાં પડેલ હોય તેવું જોવા મળતું. જ્યારે કેટલાક કિસ્સાઓ માં હિપ્નોસિસ કરતાં કરતાં અનાયાસ દર્દી પોતાના જન્મ થી પણ પાછળ ના ભૂતકાળ માં પહોંચી જાય  તેવા બનાવો બન્યા. આવી ઘટનાઓ પરથી તબીબી ક્ષેત્રના નિષ્ણાતો  ' જનમની પહેલા અને મૃત્યુ ની પછી પણ માનવ ચેતના નું અસ્તિત્વ ' હોવાની વાત ને માનવા તૈયાર થયા.અને સમસ્યા ના મૂળ કારણ શોધવા રીગ્રેસન ની ક્રિયા ને બાળપણ થી પણ પાછળ એટલેકે પૂર્વ જન્મ સુધી લંબાવવાનો સ્વીકાર થયો. અને હિપ્નોસિસ દ્વારા ઉપચાર કરનાર નિષ્ણાતો એ ઉપચાર ની મનો-ચીકીત્સા ની જે નવી પદ્ધતિ નો વિકાસ કર્યો તેને Past Life Regression (PLR) કહે છે.   

PLR ના બધા કિસ્સાઓ માં ઐતિહાસિક સાબિતીઓ મળે તેવી સંભાવના હોતી નથી અને આ ક્રિયા દરમિયાન જે બાબતો ઉજાગર થાય છે તે ભૂતકાળ ની વાસ્તવિક ઘટનાઓ છે કે કેમ તે બાબત સંશોધન નો વિષય છે.. પરંતુ  આ બધી બાબતો દર્દી ના મન ની જ વાતો હોય તેમ છતાં, ક્રિયા ના અનુભવ પછી વ્યક્તિ ને જે માનસિક રાહત નો લાભ મળે છે તે ઉપચાર ની સાર્થકતા લેખાવી  જોઈએ. 

મૃત્યુ અનેપુન:જન્મ ની વચ્ચે ના ગાળા માં જ્યાં વ્યક્તિ પોતાની જાતને માત્ર ચેતના સ્વરૂપે મહેસૂસ કરે છે અને પોતાની  વિકાસ-ગાથાનું મૂલ્યાંકન કરે છે  ત્યારે તેનામાં માનવીય ઉચ્ચ ગુણોનો પાદુર્ભાવ થાય છે અને જીવનના સનાતન મૂલ્યો નું સંવર્ધન થાય છે.વળી કેટલાક કિસ્સાઓ માં આ અવસ્થામાં મહાત્માઓ ના અધ્યાત્મિક જ્ઞાન નો લાભ મળે છે